અમરલી સાટી પો.સ્ટે. વિસ્તારમાં ઘણા લાકોનો વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ
અશોક કુમાર યાદવ સાહેબ , પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ , દ્વારા અમરેલી જિલ્લામાં મિલ્કત સંબંધીત થતા વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ .શ્રી . એમ.એ.મોરી તેમજ પોલીસ સબ ઈન્સપેક્ટર પી.વી.સાંખટ અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .
જે અંતર્ગત , અમરેલી શહેરમાં ફરીયાદીને વિશ્વાસમાં લઈ અને વચન આપી ફરીયાદી પાસેથી રૂ .૨,૦૦,૦૦૦ / – મેળવી તેમજ ફરીયાદીના પતિ પાસેથી પણ રૂ ।. ૩,૮૬,૦૦૦ / – રકમ એમ કુલ રૂ .૫,૮૬,૦૦૦ / – ની લઈ જઈ ૧ ( એક ) વર્ષમાં પરત આપી દેવાની ખાતરી આપી વિશ્વાસઘાત કરી ઉપરોક્ત રૂપિયામાંથી એકપણ રૂપિયો પરત ન આપી છેતરપીંડી કરી ગુન્હો કરેલ હોય જે અનુસંધાને ફરીયાદીએ આરોપી વિરુધ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા , અમરેલી સીટી પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં – ૧૧૧૯૩૦૦૩૨૨૦૬૯૦/૨૦૨૨ આઈ.પી.સી. કલમ ૪૦૬ , ૪૨૦ , ૧૧૪ મુજબનો ગુન્હો ગઈ તા .૨૧ / ૦૭ / ૨૦૨૨ ના ક .૧૯ / ૦૦ વાગ્યે રજી . થયેલ હોય અને જે અનુસંધાને સદરહુ ગુન્હામાં સંડોવાયેલ આરોપી જિતેન્દ્રભાઈ અમૃતલાલ મહેતા રહે.ડીસા , ચંદ્રલોક સોસાયટી , તા.ડીસા , જિ.બનાસકાંઠા વાળાની ચોક્કસ બાતમી મેળવી હકિકત વર્ણન વાળા ઈસમને ડીસા મુકામેથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ અને મજકુરની પુછપરછ દરમ્યાન ઉપરોક્ત ગુન્હો પોતે આચરેલની કબુલાત આપેલ છે . તેમજ ઉપરોક્ત ગુનાની તપાસ હાલ પોલીસ સબ ઈન્સપેક્ટર પી.વી.સાંખટ અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે .
પકડાયેલ આરોપી ( ૧ ) જિતેન્દ્રભાઈ અમૃતલાલ મહેતા રહે.ડીસા , ચંદ્રલોક સોસાયટી , ભાગ- ૨ , શેરી નં – ૦૨ તા.ડીસા , જિ.બનાસકાંઠા
આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હાનાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી સીટી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી . એમ.એ.મોરી તથા પોલીસ સબ ઈન્સપેક્ટર પી.વી.સાંખટ તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે .
Recent Comments