અમરેલીઃ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ પોલીસ વડાની કામગીરીને બીરદાવી
અમરેલી જિલ્લામાં જે પ્રકારે શાંતિ સુલેહ અને ભાઈ ચારાથી થઈ રહેલી પોલીસની કામગીરીને આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદે વખાણી હતી હાલ દેશમાં લોકશાહીના પર્વ ચાલી રહ્યા છે ત્યારે અમરેલીમાં પણ જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં આ પર્વ ઉજવવા પોલીસ વડની મથામણ અને તૈયારીઓ તેમજ અગાઉની જિલ્લા પોલીસની કામગીરીને જિલ્લાના લોકો તેમજ દરેક સંસ્થાઓ સારાહના કરી રહી છે પછી એલસીબી કે એસ.ઓ.જી જિલ્લા પોલીસની તમામ ટીમો બધેજ સાર્થક સાબિત થઈ છે અને જિલ્લાના લોકો પણ પોલીસની આ કામગીરીથી સંતુષ્ટ થઈ છે ત્યારે આજે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી.જે ગજેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ મજબૂતભાઈ બસીયા રાષ્ટ્રીય છાત્રપરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી તેમજ ગુદરણ ગામ સરપંચ હેમદીપભાઈ ખુમાણ દ્વારા અમરેલી એસપી હિમકરસિંહની શુભેચ્છા મુલાકાત કરી ભગવાન રામની પતિકુ રૂપે પ્રસાદ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments