અમરેલીજિલ્લામાં આવતીકાલથી થી૧૮ઓગસ્ટ સુધી લોકગીત અને વકતૃત્વ સ્પર્ધા યોજાશે, ૨૩ ઓગસ્ટના રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન
અમરેલી રમત ગમત કચેરી દ્વારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજ્યંતિની ઉજવણીનાં ભાગરૂપે શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના (૩૧-૧૨-૧૯૮૬ પછી જન્મેલા) ૩૫ વર્ષથી ઉપરના (૩૧-૧૨-૧૯૮૬ પહેલા જન્મેલા) ઓપન વયજૂથમાં ભાગ લઇ શકશે. સ્પર્ધકે વિડીયો કલીપમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી વગેરે બાબતનો ઉલ્લેખ કરવાનો રહેશે. સ્પર્ધકે વિડીયો કલીપ સાથે પોતાનું આધારકાર્ડ તથા બેંક પાસબૂકની ઝેરોક્ષ લાવવાની રહેશે. ઉક્ત સ્પર્ધાની વિડીયો કલીપ તૈયાર કરી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, પ્રથમ માળે, રૂમ.૧૧૦-૧૧૧, અમરેલી ખાતે તા. ૧૮-૦૮-૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં મોકલી આપવાનું રહેશે. સ્પર્ધાની વધુ માહિતી માટે કચેરીનાં બ્લોગ એડ્રેસ dsoamreli.blogpost.com પરથી મેળવી શકાશે.
જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ|.૧૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ|.૭૫૦/- તેમજ તૃતીય ઇનામ વિજેતાને રૂ|.૫૦૦/- ઇનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ|.૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ|.૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ|.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો આપવામાં આવશે.
Recent Comments