અમરેલી જિલ્લાની પ્રજાને હવેથી બેટ દ્વારકા જવા માટે અમરેલીથી સીધી જ બસસેવાનો લાભ મળશે. વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલી જાહેરાત મુજબ આ બસ અમરેલીથી દરરોજ વહેલી સવારે 5.00 કલાકે ઉપડી બપોરે 2.10 કલાકે બેટ દ્વારકા પહોંચશે. આ બસ અમરેલીથી વાયા આટકોટ, રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા,દ્વારકા થઈને સિગ્નેચર બ્રિજ પરથી પસાર થઈ બેટ દ્વારકા પહોંચશે. તાજેતરમાં જ આ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવેલ છે. મુસાફરો આ બ્રિજનો સુંદર નજારો મુસાફરી દરમ્યાન માણી શકશે.બેટ દ્વારકાથી આ બસ બપોરે 2.30 કલાકે ઉપડી વાયા દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, આટકોટ થઇ રાત્રિના 11.45 કલાકે અમરેલી પરત પહોચશે.વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની આ જાહેરાતથી આગામી દિવસોમાં આ બસ શરુ થનાર છે. જેનાથી અમરેલી જિલ્લાની ધાર્મિક અને શ્રદ્ધાળુ પ્રજાને એનો લાભ મળનાર હોય, સરકારની આ બસસેવા શરૂ કરવાની જાહેરાતને અમરેલીનાં ધારાસભ્ય અને વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરિયાએ આવકારી અમરેલીની પ્રજા વતી સરકારનો આભાર માનેલ છે.
અમરેલીથી બેટ દ્વારકા અને બેટ દ્વારકાથી અમરેલી નવી બસ શરૂ થશે. જિલ્લાના લોકોને મળશે લાભ : સરકારની જાહેરાતને આવકારતા નાયબ દંડક કૌશિક વેકરિયા

Recent Comments