fbpx
અમરેલી

અમરેલીથી વીરપુર (જલારામ) સુધીની આવતીકાલથી પદયાત્રાનો થશે પ્રારંભ

છેલ્‍લા ઘણા વર્ષો થી નિયમીત રીતે યોજાતી ભભવિરપુર પદયાત્રાભભ આ વર્ષ અમરેલી ખાતે જલારામ મંદિર ખાતે પૂ. જલારામ બાપાની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જતાં આ વર્ષે નગરજનોના આ યાત્રામાં જોડાવવાના ઉત્‍સાહ અને થનગનાટ જોતા જલારામ મંદિર અમરેલીના ઉપક્રમે આ યાત્રા ભવ્‍યતા થી ઉજવાઈ તે માટે આ યાત્રાના મુખ્‍ય સંયોજક  ચેતનભાઈ મુળીયા ત્‍થા જલારામ ધુન મંડળ ના સંચાલકો, લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ સોમૈયા (ગોળાવાળા), ત્‍થા ટ્રસ્‍ટી ગણ, જલારામ મંદિરના પ્રમુખ ભાવેશભાઈ આડતીયા ત્‍થા મંદિર કમીટી સભ્‍યો એ આ પદયાત્રામાં જોડાવવાનુ સૌ જલારામ ભકતો તે આહવાન કરેલ છે અને આ યાત્રાનું સુચારૂ રૂપે થાય તે માટેના આયોજનને આખરી ઓપ આપેલ હતો. આ પદયાત્રા નો પ્રારંભ જલારામ મંદિર, લાઠી રોડ, અમરેલી ખાતેથી રાત્રીના 8:00 કલાકે પ્રારંભ થશે.

વિરપુર જલારામ પદયાત્રા ત્‍થાજલારામ મંદિર નિર્માણના કોરોના કાળમાં દિવંગત આગેવાનોનું મરણોતર સન્‍માન સ્‍વ. અનંતરાય એન. સોઢા,  સ્‍વ. જશુબાપા કાનાબાર, સ્‍વ. જીતુભાઈ ઠકકર, સ્‍વ. નવીનભાઈ રવાણી, સ્‍વ. હિતેષભાઈ આડતીયા, સ્‍વ. મોટાભાઈ ખેતાણી.

તે પુર્વે વર્ષોથી આયોજીત થઈ રહેલી આ પદયાત્રા ના પ્રમુખ કાર્યકર્તા એવા જલારામ મંદિરના અને મહાજન વાડીના સ્‍વપ્‍ન દ્રષ્‍ટા અને તત્‍કાલીન મહાજન પ્રમુખ  મહાજન વાડી અને જલારામ મંદિરના નિર્માણ માટે પ્રેરણાદાયક કામગીરી કરનાર કોરોના કાળ દરમિયાન ગુમાવેલા હોય, આ વખતની પદયાત્રાનું પુણ્‍ય આ દિવંગત આત્‍માઓને અર્પણ કરવા તેમના પરિવારજનોને મરણોતર સન્‍માનપત્ર એનાયત કરવા તેમજ યાત્રાપુર્વે પીપળેશ્‍વર મહાદેવના મહંતશ્રી જયકીશનદાસજી અને તેમની ટીમ ઘ્‍વારા આ દિવંગત આત્‍માઓના શ્રેયાર્થે હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરી, સૌ પદયાત્રો સહપરિવાર પ્રસાદ લઈ સંત શ્રી આત્‍મસુઘ્‍ધાનંદજી મહારાજ અને અન્‍ય  સંતગણ ઘ્‍વારા ઝંડી ફરકાવી ને યાત્રા પ્રારંભ કરવાનુ આયોજન થયેલ છે.

વિરપુર જલારામ પદયાત્રાના જલારામ ધુન મંડળ, અમરેલી લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ સોમૈયા (ગોળવાળા) તથા જલારામ મંદિરના પ્રમુખ ભાવેશભાઈ આડતીયાએ સૌ નગરજનોને બહોળી સંખ્‍યામાંથી વિરપુર જલારામ પદયાત્રામા જોડાવવા અને આ યાત્રાઓને શુભેચ્‍છા આપવા સાંજના06:30 કલાકે જલારામ મંદિર, લાઠી રોડ, અમરેલી ખાતે ઉપસ્‍થિત રહેવા વિનંતી કરેલ છે.

Follow Me:

Related Posts