અમરેલી એરપોર્ટ ખાતે આજે ગુજરાત સરકાર અને વેન્ચુરા એર કનેકટ લીમીટેડનાં સહયોગથી અમરેલી-સુરત ડેઈલી હવાઈ સેવાનો વેન્ચુરા કંપનીનાં માલીક અને ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકીયાનાં વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ. આ તકે સૌ પ્રથમ જિલ્લાનાં મુકબધીર બાળકોને સર્વ પ્રથમ હવાઈ મુસાફરી કરાવવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત સવજીભાઈ ધોળકીયાનાં વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ ત્યારબાદ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ, ડાયમંડ એસોસીએશન, મોબાઈલ એસોસીએશન, કોંગ્રેસ સમિતિ ઘ્વારા સવજીભાઈ ધોળકીયાનું મોમેન્ટો, શાલ, પુષ્પગુચ્છ આપી સન્માનીત કરેલ. ત્યારબાદ ભાજપ અગ્રણી ભરતભાઈ કાનાબારે હવાઈ સેવાને બીરદાવીઆંતરરાજય હવાઈ સેવા મળી રહે તેવા પ્રયાસો રાજય સરકાર અને વેન્ચુરા કંપની કરી રહી છે. તે સરાહનીય છે. આ તકે ડી.કે. રૈયાણી સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા.
અમરેલીથી સુરતની હવાઈ સેવાનો ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકીયાના હસ્તે પ્રારંભ

Recent Comments