અમરેલી

અમરેલીનાં એસ.ટી. ડેપોમાં ટપોરી યુવાનોની ચુંગાલમાંથી ટ્રાફિક કન્‍ટ્રોલરે મહિલાને બચાવી

અમરેલી બસ સ્‍ટેશનમાં ટ્રાફિક કન્‍ટ્રોલર તરીકે ફરજ બજાવતા કર્મીએ જાનનાં જોખમે એક મહિલાને આવારા તત્‍વોની ચુંગાલમાંથી બચાવેલ હતી. તેમજ એક મહિલાનાં ત્રણ લાખનાં દાગીના અને રોકડ રકમ સાથેનું પર્સ બસમાં ભુલી ગયા બાદ પરત અપાવેલ હતું. આવા નિષ્ઠાવાન કર્મયોગી કર્મચારી સન્‍માનિય બનેલ હતા.

પ્રાપ્‍ત વિગત મુજબ દશેકદિવસ પહેલારાત્રીનાં સમયે અમરેલીનાં પિકઅપ બસ સ્‍ટેશનમાં બેઠેલી એક અજાણી મહિલાને ટપોરી જેવા ઓટો રીક્ષા ચાલકો પજવણી કરી રહેલ હતા. લુખ્‍ખા તત્‍વોથી બચવા મહિલા ખૂબ જ ડરી ગયેલ હતી. આ સમયે એસ.ટી.નાં ટ્રાફિક કન્‍ટ્રોલર નિલેશ સોલંકીએ હિંમત દાખવી મહિલા પાસે જઈ અભ્‍યમને ફોન કરી બોલાવી મહિલાને પોતાના વતન જવા માટે    ફાળો એકત્રીત કરી સુરતવાળી બસમાં બેસાડી લુખ્‍ખા તત્‍વોની ચુંગાલમાંથી બચાવેલ.

બીજી ઘટનામાં અમરેલી- રાજકોટ રૂટની બસમાં અમરેલીની એક મહિલા ત્રણ લાખનાં દાગીના અને 10 હજાર રોકડ રકમ સાથેનું પર્સ બસમાં ભુલી જતાં રહેલ હતા. જે અંગેની જાણ ટ્રાફિક કન્‍ટ્રોલર નિલેશ સોલંકીને થતાં બસનાં ડ્રાઈવર બાવકુભાઈ વાળાનો સંપર્ક કરી બસને રસ્‍તામાં ઉભી રખાવી બસમાં તપાસ કરી પર્સ મળી આવતાં એટીઆઈની રૂબરૂમાં પર્સ પરત અપાવતા મહિલાની આંખો લાગીસભર ઉભરી આવેલ હતી. તેમણે આવા     કળીયુગમાં નિષ્ઠાવાન કર્મચારીઓનો ખૂબ-ખૂબ આભાર માનેલ હતો. અમરેલીની એક યુવતી ઘરેથી એસ.ટી. બસમાં સુરત તરફ ભાગી છુટલ હતી. અસ્‍થિર મગજની આ યુવતી કોઈની ચુંગાલમાં ફસાઈ તે પહેલા બચાવી તેમના પરિવારનાં હવાલે કરેલ હતી. જેમાં કમલેશ મહેતા તથા પિયુષ જોષી જેવા કર્મચારીઓની સરકારે નોંધ લેવી જરૂરી બનેલછે.

Related Posts