અમરેલી

અમરેલીનાં જુદા જુદા વિસ્‍તારમાં વૃક્ષારોપણ કરી જન્‍મ દિવસની ઉજવણી

યુવાઓના આદર્શ, હંમેશા લોકો વચ્‍ચે રહી સેવા કરનાર સામાજિક સંસ્‍થાઓથી લઈ રાજકીય પાર્ટીમાં પોતાની આગવી સુજથી નેતૃત્‍વ પુરૂ પાડનાર અમરેલી જિલ્‍લા સહકારી સંઘના ચેરમેન, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાઘ્‍યક્ષ અને મિત્રોના સુખ-દુઃખના સાથી યુવા નેતા મનિષ સંઘાણીના જન્‍મદિવસ નિમિતે અમરેલી શહેરના ચકકરગઢ રોડ, ગંગાનગર અને સરદાર પાર્ક, લાઠી રોડ ખાતે રપ1 જેટલા વૃક્ષોના રોપાનું વાવેતર કરી પ્રકૃતિ રક્ષણ માટે એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતું. ત્‍યારે આ અવસરે નગરપાલિકાના સદસ્‍ય દિલુભાઈ વાળા, યુવા અગ્રણી જયભાઈ મસરાણી, રવિભાઈ પંડયા, ભાર્ગવભાઈ ત્રિવેદી, નિખીલભાઈ, કોમલબેન રામાણી, સાગર મહેતા તેમજ કાર્યકર્તા પણ ઉપસ્‍થિત રહયા હતા.

Related Posts