fbpx
અમરેલી

અમરેલીનાં નાગનાથ બસ સ્‍ટેન્‍ડ નજીક લૂંટ કરનાર 3 આરોપીઓ ઝડપાયા

ચારેક દિવસ પહેલા અમરેલી શહેરની મઘ્‍યમાં આવેલ નાગનાથ નાના બસ સ્‍ટેન્‍ડ પાસેથી એક મહિલાનાં હાથમાં રોકડ રકમ તથા સોનાની નથડી રાખેલ પર્સ આંચકી 1 યુવતી, 3 પુરૂષો તથા 1 મહિલાએ લૂંટ ચલાવેલ. આ અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયે અમરેલી એલસીબી પોલીને સુચના આપતા ચાર દિવસની જહેમત બાદ આ પાંચ પૈકી 1 મહિલા સહિત 3 ઈસમોને અમરેલીનાં રેલ્‍વે સ્‍ટેશન પાસેથી ઝડપી પાડી પુછપરછ હાથ ધરતા 3 જેટલા ગુન્‍હાની કબુલાત        આપેલ છે.

આ બનાવમાં ચલાલા ગામે રહેતા વૈભવગીરી હસમુખગીરી ગોસાઈ ગત તા. 11/10નાં રોજ સવારે બાબરાનાં કલોરાણા ગામેથી ધાર્મિક વિધિ પૂર્ણ કરી ફરી પોતાના ઘર ચલાલા જવા માટે થઈ અમરેલી આવેલ અને અમરેલીની મઘ્‍યમાં આવેલ નાના બસ સ્‍ટેન્‍ડ ઉપર ઉભા હતા ત્‍યારે એક સ્‍કોર્પીયો કારમાં 1 મહિલા, 1 યુવતી તથા 3 પુરૂષો મળી પ જેટલા ઈસમો આ વૈભવગીરી ગોસાઈની માતાનાં હાથમાં રહેલ રોકડ રકમ રૂા. 17 હજાર તથાસોનાની નથડી કિંમત રૂા. 3 હજાર મળી રૂા. ર0 હજાર ભરેલ પર્સ ઝૂંટવી લૂંટ ચલાવી નાશી ગયા હતા. આ લૂટારાનો સામનો કરતા માર મારી ગયા હતા.

આ અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા અમરેલી એલસીબી પોલીસે આ પાંચ પૈકી 1 મહિલા આશાબેન પુનીયાભાઈ ભાભોર, તથા તેણીના પતિ પુનીયાભાઈ રૂમાલભાઈ ભાભોર, રમેશભાઈ કમસુભાઈ મીનામા (રે .ત્રણેય મોટો ખારજ જિ. દાહોદ) સહિત 3ને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી હતી.

પુછપરછ દરમિયાન આ ત્રણેય આરોપીએ અગાઉ નાના બસ સ્‍ટેન્‍ડ પાસેથી રૂા. ર0 હજારની ચોરી કરેલ, બગસરામાંથી રૂા. 1પ હજારની ચોરી તથા પંદર દિવસ પહેલા તળાજા મુકામેથી રૂા. ર હજારની ચોરીની કબુલાત આપી હતી.

આ ત્રણેય આરોપી પાસેથી રોકડ રકમ રૂા. 1રર30, મોબાઈલ ફોન-4 કિંમત રૂા. 11 હજાર તથા સ્‍કોર્પીયો કાર રૂા. ર લાખ મળી કુલ રૂા. ર,ર3,ર30નો મુદામાલ કબ્‍જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts