અમરેલીનાં નાના માચીયાળા ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
અમરેલીનાં નાના માચીયાળા ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં કોમ્યુનીટી હોલનું લોકાર્પણ, લમ્પી સ્ક્રિન ડિસીઝ રસીકરણ કેમ્પ તેમજ કુપોષણ કીટની વિતરણ જેવા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
અમરેલીનાં નાના માચીયાળા ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સત્સંગ હોલનું લોકાર્પણ, લમ્પી સ્ક્રિન ડિસીઝ રસીકરણ કેમ્પ તેમજ કુપોષણ કીટની વિતરણ જેવા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સો પ્રથમ કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગુજરાત રાજ્ય પશુપાલન ખાતા દ્વારા યોજાયેલ લમ્પી સ્ક્રિન ડિસીઝ રસીકરણ કેમ્પમાં હાજરી આપી હતી.
ત્યાર બાદ આજ સ્થળ પર મદદ કાર્યાલય સંસ્થા અને અમરેલી જીલ્લા ભાજપ દ્વારા તૈયાર કરાયેલ કુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા ગાય માતાનું પૂજન કરી રસીકરણની શરૂઆત કરાવી હતી. ત્રિવિધ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપરાંત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીનાં અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, જીતુભાઈ ડેર, જીલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ બગડા, અધિકારીઓ, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments