અમરેલીનાં બન્ને મુકિતધામ સ્મશાનો ખાતે સીએનજી ભઠ્ઠી શરૂ કરવા માંગ
અમરેલીનાં ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, રાજયમાં કોરોનાનાં કારણે કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઈ છે અને તમામ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ હરણફાળ ગતિથી વધી રહૃાું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરો સહિત નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ વિકરાળસ્વરૂપ ધારણ કર્યુ છે. કોરોનાનાં કારણે આજે તમામ જિલ્લા અને તાલુકામાં પણ સરકારી અને ખાનગી હોસ્પિટલો સંક્રમિત દર્દીઓથી ઉભરાઈ રહી છે.
અમરેલી શહેર ખાતે હાલ કૈલાસ મુકિતધામ અને ગાયત્રી મુકિતધામ આવેલા છે. અમરેલી જિલ્લા અને શહેરમાં પણ કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુઆંકમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે ત્યારે આ બંને સમશાનોમાં શબવાહિની અને મૃતદેહોની લાઈનો લાગી રહી છે. બંને સ્મશાનમાં લાકડા પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતા નથી અને અંતિમવિધિ માટે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. આ પ્રશ્નના નિરાકરણ માટે અમરેલી શહેરના બંને સ્મશાનોમાં સીએનજી ગેસ સંચાલિત ભઠ્ઠી તાત્કાલિક ચાલું કરવી અત્યંત જરૂરી છે.
આથી અમરેલીની જનતાનાં હિતમાં યોગ્ય નિર્ણય કરી અમરેલી શહેરમાં કૈલાસ મુકિતધામ અને ગાયત્રી મુકિતધામ સ્મશાનો ખાતે સીએનજી ગેસ સંચાલિત ભઠ્ઠી સત્વરે ચાલું કરવા અંતમાં માંગ કરેલ છે.
Recent Comments