અમરેલીનાં ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી એક અકસ્માતમાં ૨ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા
અમરેલીમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ટ્રક ચાલકે બાઈકને જાેરદાર ટક્કર મારી હતી.
જેમાં બાઈક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. નોંધનીય છે કે, વાહન ચાલકોમાં અવેરનેસના અભાવે વાંરવાર અકસ્માતની ઘટનાઓ વધી છે. ત્યારે ૨ દિવસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સજાર્ેય હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. બે દિવસ પહેલા અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક અકસ્માત સજાર્ેય હતો. જેમાં મહુવા તરફથી પસાર થતી કારે રોંગ સાઈડમાં આવતા બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હાતા. આ અકસ્માતમાં કાર ચાલક ફરાર થતા રાજુલા પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments