fbpx
અમરેલી

અમરેલીનાં રૈયાણી ફાર્મમાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીને અનુલક્ષીને કોંગીજનોની બેઠક યોજાઈ

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ડી.કે. રૈયાણીની વરણી થતાં જ કોંગી કાર્યકરોમાં ઉત્‍સાહના ઘોડાપુર ઉમટયા હોય, આજે સાંજના સમયે રૈયાણી ફાર્મ હાઉસ ખાતે આગામી જિલ્‍લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીને લઈ તમામ ચૂંટણીઓમાં ફરી એક વખત કોંગ્રેસ ચૂંટાય આવે તે માટે થઈ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ તથા પૂર્વ જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર તથા શંભુભાઈ પાણીયાવાળાએ નવનિયુકત પ્રમુખ ડી.કે. રૈયાણીનું ફૂલહાર તથા શાલથી અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્‍લા પ્રમુખ રૈયાણીએ સ્‍પષ્‍ટ શબ્‍દોમાં કોંગી આગેવાનોને જણાવ્‍યું હતું કે, આગામી આવનાર તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ વિજયી થાય તે માટે થઈને બુથ લેવલ તથા સંગઠનવધારે મજબૂત કરવા ઉપર ખાસ ભાર મૂકયો હતો. આમ છતાં કોઈપણ જગ્‍યા કોઈપણ પ્રકારની અડચણ ઉભી થાય તો તાત્‍કાલિક જાણ કરવી અને આવી અડચણો દૂર કરવામાં જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય અડચણ દૂર કરવામાં આવશે.

આ બેઠકમાં લલિતભાઈ ઠુંમર, મનિષભાઈ ભંડેરી, દિલીપભાઈ સાવલીયા (ધારી), બાબુભાઈ દુધાત (બગસરા), જસમતભાઈ ચોવટીયા (બાબરા), આંબાભાઈ કાકડીયા (લાઠી), ભરતભાઈ સખવાળા (ખાંભા), મનુભાઈ ડાવરા (સાવરકુંડલા), ખોડાભાઈ માલવીયા (લીલીયા), નારણભાઈ મકવાણા, દાઉદભાઈ લલીયા, હસુભાઈ બગડા, નિલેષભાઈ દેસાઈ, પ્રવિણભાઈ વસરા, સંદિપભાઈ પંડયા સહિત અનેક આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts