અમરેલીનાં શહેરીજનોનું પાલિકા સાથે ડિજિટલ જોડાણ
અમરેલી પાલિકાએ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત શહેરીજનોનું પાલિકા સાથે ડિજિટલ જોડાણ થયું છે. શહેરીજનોએ તેમનાં મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને ભભઅમરેલી સીટીભભ એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી તમામ પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ કે રજૂઆત કરી શકાશે.
મુકેશ સંઘાણીનાં નેતૃત્વમાં પાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી,કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, ભાજપ અગ્રણી તુષાર જોષી વિગેરે આગેવાનોએ આધુનિક ટેકનોલોજીનાં આધારે શહેરીજનોની પ્રાથમિક સુવિધા દૂર કરવાની તૈયારી દર્શાવી છે.
જે અંતર્ગત એક મોબાઈલ એપ્લીકેશન કાર્યરત કરવામાં આવી છે. જેને ડાઉનલોડ કરીને શહેરીજનો તેની ગંદકી, બિસ્માર માર્ગ, બંધ સ્ટ્રીટલાઈટ કે અન્ય કોઈ સમસ્યા અંગે ફરિયાદ નોંધાવી શકશે અને બાદમાં તેની ફરિયાદનું નિરાકરણ કયારે કરવામાં કરવામાં આવશે તેની તેમજ ફરિયાદ દૂર થયા બાદ અરજદારને જાણ કરવામાં આવશે.
તદઉપરાંત શહેરનાં વયોવૃઘ્ધ નાગરિકોને ઘર બેઠા જ પાલિકાલક્ષી કામગીરી કરી આપવામાં આવશે તેમજ કોવિડ-19, સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ મળશે અને દરરોજ સાંજે પાણી વિતરણનો જે-તે વિસ્તારનો સમય જાણવા મળશે. શહેરીજનોને જાગૃત કરવા, માહિતગાર કરવા, વિવિધ પ્રકારની સેવા અંગેની પણ માહિતી મળી શકશે.
Recent Comments