અમરેલીને અડીને આવેલા ઈશ્વરિયા ગામે વસતા ભૂપતભાઈ ઠાકરશીભાઈ વામજા(ઉ.વ.7પ)નું તા.ર/ર/રર, બુધવારના રોજ અવસાન થતાં સ્વર્ગસ્થની અંતિમ ઈચ્છા મુજબ તેમના પુત્ર વિપુલભાઈ વામજા દ્વારા ચક્ષુદાન કરેલ. તેઓએ ડો.કાનાબાર તમેજ મદદ કાર્યાલયનાં મનોજભાઈ વાળાનાં માઘ્યમથી સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. આ અક્ષુદાન માટે સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટી, ભરત ચાવડા, ધર્મેન્દ્ર લલાડિયા સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા દર્શન પંડયાએ સેવા આપી હતી. વામજા પરિવારની સમયસરની જાગૃતિ બે અંધજનોનાં જીવનમાં રોશની લાવશે. તદ્ઉપરાંત દામનગરના અમૃતલાલ ગણેશભાઈ વાઘેલાનું અવસાન થતા તેઓનું પણ ચક્ષુદાન લેવામાં આવ્યું હતું. તેઓએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું છે. તેમ સંવેદન ગૃપનાં મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.
અમરેલીનાં સંવેદન ગ્રૃપ દ્વારા ઈશ્વરીયા અને દામનગર ખાતે ચક્ષુદાન લેવાયું

Recent Comments