અમરેલીના ચિતલ રોડ, ગાયત્રી મંદિર નજીક આવેલ સિઘ્ધિ વિનાયક સોસાયટીમાં ભગવાન ગણેશજીના મંદિરે સૌથી મોટી અંગારીકા ચોથનું ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવિકો દ્વારા ભગવાન ગણેશજીને વિશેષ શ્રૃંગાર સાથેના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે મહિલા મંડળ દ્વારા સત્સંગ કરી અંગારીકા ચોથની ઉજવણી કરવામાં આવી હતી.
Recent Comments