fbpx
અમરેલી

અમરેલીના આંગણે યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર નો શિલાન્યાસ મહોત્સવ યોજાશે

ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી અને ગુણાતીત ગુરૂવર્યોના સાંનિધ્યથી પૌરાણિક કાળથી સાંસ્કૃતિક રીતે સમૃધ્ધ અને ઐતિહાસિક રીતે અગત્યની ભૂમિ એવી અમરવેલ્લી અમરેલીના આંગણેના વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે અને પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અમરેલી પંથકના નજરાણા સમું રાજસ્થાની ગુલાબી પત્થરોનું ભવ્ય શિખરબધ્ધ સ્વામિનારાયણ મંદિર અમરેલી મુકામે ચિતલ રોડ ઉપર ગાંધીબાગની પાછળ આકાર લેશે.

આ અંગે BAPS સંસ્થાના પૂ.સાધુચરિત સ્વામીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે આ ભવ્ય મંદિરનો શિલાન્યાસ વિધિ આગામી તા.૧ જુન, ૨૦૨૨ને બુધવારના રોજ BAPS સંસ્થા વરિષ્ઠ સદ્ગુરૂ સંત ૫.પૂ.ડોકટર સ્વામી, પૂ.કોઠારી ભકિતપ્રિય સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી તથા પૂ.ઈશ્વરચરણ સ્વામીના કરકમળો દ્વારા સંપન્ન થશે. આ ઉત્સવ પૂ.સંતો, મહાનુભાવો તથા હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં યોજાશે.

વધુમાં જણાવ્યું કે, વિશ્વ વંદનીય સંત વિભૂતિ ૫.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે BAPS સંસ્થાના બાળકો દ્વારા વેકેશનમાં ઘરે ઘરે ફરી, પ્રમુખસ્વામી મહારાજનો વ્યસનમુકિતનો પાવન સંદેશ પહોંચાડેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તા.૩૧ મે ના દિવસને ‘વિશ્વ તંબાકુ નિષેધ દિન’ તરીકે જાહેર કરેલ હોઈ, તા.૩૧ મેના દિવસે અમરેલી શહેરના રાજમાર્ગો ઉપર ‘વ્યસન મુકિત’નો સંદેશ પ્રસરાવતી એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં જુદા જુદા ફલોટસ દ્વારા વ્યસન મુક્તિનો સંદેશ પહોંચાડવામાં આવશે.

તેમજ તા. ૨ જુન થી ૪ જુન સુધી સદ્.સંતવર્ય પ.પૂ.ડોકટર સ્વામીની ઉપસ્થિતિમાં ‘પ્રમુખ પર્વ’નું પણ આયોજન કરવામાં આવેલ છે.

આમ, અમરેલીના આંગણે યોજાનાર આ પંચામૃત મહોત્વમાં ખાસ પધારવા માટે અમરેલીની ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

Follow Me:

Related Posts