અમરેલીના ઈશ્વરીયામાં કેન્દ્રીય મંત્રી પરશોતમ ભાઈ રૂપાલાના માતૃશ્રી સાથે ગામના વડીલ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન અંતર્ગત અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ગામે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલાના માતૃશ્રી સાથે ગામના અન્ય વરીષ્ઠ મતદારોએ વ્હીલચેર પર મતદાન કર્યુ હતું. મંત્રીશ્રીના ૯૭ વર્ષીય માતૃશ્રી હરિબેન રૂપાલાએ વ્હીલચેરમાં આવીને પણ આ ચૂંટણીમાં મતદાન કરી અને લોકશાહીના પર્વમાં મતદાનની ફરજ બજાવી હતી. આ સાથે જ ગામના રહેવાસી અન્ય ૯૫ વર્ષનાં વરિષ્ઠ મતદાર જીવીબેન બાબુભાઈ વામજાએ પણ વ્હીલચેર પર આવીને મતદાન કર્યુ હતું. વરિષ્ઠ મતદારોનો આ ઉત્સાહ લોકશાહીના પર્વમાં અન્ય મતદારો માટે પ્રેરણારુપ છે. બંને વરીષ્ઠ મતદારોએ જિલ્લામાં અન્ય મતદારોને સો ટકા મતદાન કરવા માટે અપીલ કરી હતી
Recent Comments