અમરેલીના એડવોકેટ સંદિપ પંડયાનું વકીલ મંડળ દ્વારા સન્માન કરાયું

અમરેલી વકીલ મંડળના સભ્ય એડવોકેટ સંદીપપંડયાની અમરેલી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થતા પુષ્પગુછ અને શાલ ઓઢાડી વકીલ મંડળના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવેલ. આ તકે અમરેલી વકીલ મંડળના વકીલો અશ્વિનભાઈ ગોહિલ, આર.એસ.ખીમસુરીયા, એમ.એ. કુરેશી, હિરેન ટીમાંણીયા, જયોતિન્દ્રભાઈ ગોરખિયા, ચેતનભાઈ રાવળ, હરેશભાઈ ધાનાણી, મુકેશભાઈ પરમાર, એમ.આઈ.તેલી, નિખિલભાઈ ગઢિયા, પ્રોફેસર રાઠોડ, રામજીભાઈ ખીમસુરીયા, નિવૃત શિક્ષક નિર્મલ બગડા, રણજિતભાઈ ચાચિયા, પંકજ શ્રીવાસ્તવ સહિતના વકીલ મંડળના સભ્યો હાજર રહ્યા હતા.
Recent Comments