fbpx
અમરેલી

અમરેલીના કમાંડ કંટ્રોલ સેંટરની મદદથી ગુમ થયેલ બાળકને ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવેલ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બીવી જાધવ સાહેબ તથા ઇન્ચાર્જ પી .આઇ. “ નેત્રમ “ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે . એમ . કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ( નેત્રમ ) અમરેલી ખાતે સીસીટીવી કેમરાઓની મદદથી ૨૪ * ૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે .

તા .૧૦ / ૦૯ / ૨૦૨૨ ના રોજ અમરેલી શહેરમાં શૈક્ષણિક સંસ્થા સંકુલ પાસે , ‘ આનંદનગર ‘ શેરી નં – ૯ પાસે નિલેશભાઇ નથુરામભાઇ ગોંડલીયા ના પુત્ર સોહમ નિલેશભાઇ ગોંડલીયા . ( ઉં – ૧૧ વર્ષ ) ક : ૧૧:૪૫ વાગ્યે કોઇને કહયા વગર ઘરેથી નીકળી ગયેલ ત્યાર બાદ ઘરના સભ્યોને જાણ થતા તુરંત અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરેલ જે બાબતે ઇન્ચાર્જ પી.આઇ. “ નેત્રમ “ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે એમ કડછા , તથા હેડ કોન્સ પી.ડી.ગામીત , હેડ કોન્સ.એ.યુ.શેખ , પો.કો. એસ.જે.બસીયા , લોકરક્ષક વી.ડી.ચુડાસમા તથા ટેકનીકલ સહાયક કૌશિકભાઇ ત્રિવેદીએ આ કેસને ગંભીરતાથી લઇને સીસીટીવી ફુટેજ ચેક કરતા સંકુલ , સરદાર ચોક તથા ચક્કર ગઢ બાયપાસ નાં કેમેરા ચેક કરતાં , સરદાર ચોક એક બાળક જોવા મળેલ જે બાળકને અરજદાર નિલેશભાઇ બતાવતા નિલેશભાઇ ઓળખી ગયેલ કે આ બાળક મારું જ છે . જેને આગળ ટ્રેસ કરતાં ભિડભંજન ખાતેથી મળી આવેલ . આમ અત્રેના જીલ્લા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ( નેત્રમ ) લાવી પિતા નિલેશભાઇ નથુરામભાઇ ગોંડલીયાના પુત્ર સોહમ સાથે મિલન કરાવી આપેલ છે .

Follow Me:

Related Posts