fbpx
અમરેલી

અમરેલીના કલેકટર આયુષ ઓક પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરતા વસંતભાઇ ગજેરા

જિલ્લા સમાહર્તા આયુષ ઓકની કાર્યશક્‍તિત, વ્‍યક્‍તિતત્‍વ એવમ્‌ મુંઠી ઊંચેરા મહાપુરુષ સમી લોકાભીમૂખતા પ્રત્‍યે કૃતજ્ઞતા  વ્‍યક્‍તત કરાઇ. શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ અમરેલીનાં લોકસેવાના કાર્યોમાં હોસ્‍પિટલ અને મેડીકલ કોલેજના વિકાસ એવમ્‌ લોકો સુધી આરોગ્‍ય સેવા પહોંચાડવામાં તેઓએ અપ્રતિમ માર્ગદર્શન, સહાય એવમ્‌ હૂંફ પુરી પાડી છે. જેનો ઋણ સ્‍વીકારતાં વસંતભાઈ ગજેરાએ જણાવ્‍યું કે, અમરેલીનાં ઇતિહાસને વેગવંતુ કરતું એક મહાન વ્‍યક્‍તિતત્‍વ જે અમરેલી જીલ્લાનાં દરેક વર્ગનાં લોકો હરહંમેશ યાદોન્‍ચીત રાખશે. મેડીકલ કોલેજના પ્રારંભથી લઇ કોરોનાની મહામારીનાં કપરા સમયમાં ઓકસીઝન પ્‍લાન્‍ટના પ્રારંભથી લઈ આઇસોલેટેડ વોર્ડ, દર્દીઓના જતન સંવર્ધનની સાથે ખેવના દ્વારા લોકોની આરોગ્‍યલક્ષી સેવામાં શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ અગ્રેસર રહી છે. તેનો સમગ્ર શ્રેય આયુષ ઓકની દિર્ધદ્રષ્ટા કાર્યશક્‍તિતને    આભારી છે.

આયુષ ઓક મિતભાષી, સાલસ એવમ્‌ નિરામય અને સ્‍નેહાળ પ્રેમાળ પ્રતિભાસંપન્ન વ્‍યક્‍તિતત્‍વનીકલેકટર તરીકેની નિશ્રા સૂરત જિલ્લાનાં વિકાસ ગાથાને પ્રજવ્‍વલીતતાં પ્રદાન કરશે. તેવી શ્રદ્ધા વ્‍યક્‍તત કરતા વસંતભાઈ ગજેરા તથા પિન્‍ટુભાઈ ધાનાણી દ્વારા તેઓનું સાલ અને મોમેન્‍ટો પ્રદાન કરી આભાર સાથેની કૃતાર્થ થયાની ભાવના વ્‍યક્‍તત કરાઈ હતી.

Follow Me:

Related Posts