અમરેલી

અમરેલીના કુંકાવાવ તાલુકાના કોલડા મુકામે  વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

અમરેલી તા.૨૪ જાન્યુઆરી,૨૦૨૪ (બુધવાર) અમરેલી જિલ્લામાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. અમરેલીના કુંકાવાવ તાલુકાના કોલડા મુકામે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અંદાજિત કુલ રૂ.૩ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ સંપન્ન થયું હતુ.

ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ, ગામ પ્રવેશ દ્વાર સહિત પાણી પુરવઠા વિભાગ અંતર્ગત પાણીની ટાંકીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ ધફી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ વિવિધ વિકાસકાર્યો વેગવંતા છે.નાગરિકોની સુવિધાઓમાં વધારો થાય ઉપરાંત આંતરમાળખાકીય સુવિધાઓ ડેવલપ થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. કુંકાવાવ તાલુકાના કોલડા મુકામે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાન શ્રીઓ, ગ્રામજનો સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts