અમરેલી

અમરેલીના ચિત્તલ ગામેથી દેશી દારૂ બનાવવાનો ૫૦૦ લીટર આથો પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેસનની ટીમ

હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ – જુગારની બધી દુર કરવા દારૂ – જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ , ઇન્ચા પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .

જે અન્વયે આજરોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટાફ પો.સ્ટે . વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચિતલ ગામે , મોણપુર રોડે રહેતી સવિતાબેન વા / ઓ જીતુભાઇ અશોકભાઇ વાઘેલાના રહેણાક ઝુપડાની આગળ બાવળની કાટમા સંતાડેલ દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર જેટલો પકડી પાડી સ્થળ ઉપર તોડી – ફોડી નાશ કરે ત્હો . બાઇ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહિ કરેલ છે .

આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર આરોપી સાથે પકડવામા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ . પી.વી.સાંખટ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે .

Related Posts