અમરેલી

અમરેલીના જાળીયા અને કુંકાવાવના અરજણસુખ ગામે રોગચાળાને લઈને આરોગ્ય તંત્ર એક્શનમાં

અમરેલી તાલુકાના જાળીયા ગામે તા.૨૬–૧૦–૨૦૨૧ થી તા.૧૧-૧૧-૨૦૨૧ સુધી તાવ, શરદી, ઉધરસના રોગચાળા અન્વયે આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૮ ટીમોએ ઘરે ઘરે ફરી ને સર્વેલન્સની કામગીરી હાથ ધરેલ છે. આ સર્વેલન્સ કામગીરી દરમ્યાન કુલ ૧૦૮૧ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન ૩૩૭૦ પાણીના પાત્રો તપાસતા ૧૩૭૯ પાત્રોમા એબેટથી પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી.  ૧૩ પેરાડોમેસ્ટિકમા ઓઈલ બોલ નાખીને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. બે મોટા પાણીના ભરાવામાં ગપ્પી માછલી મુકવામાં આવી હતી. જાળીયા ગામમાં ફોગીંગની કામગીરી કરવામાં આવેલ, શંકાસ્પદ મેલેરીયાનાં દર્દીઓની કુલ–૨૦ સ્લાઈડો લેવામાં આવેલ જેમાં મેલેરીયા પોઝીટીવ નોંધાયેલ નથી. સાંધાનાં દુખાવાનાં કુલ-૮૫ દર્દીઓ જોવા મળેલ જેને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ, મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા રોગચાળા અટકાયતી અન્વયે આઈ.ઈ.સી. કામગીરી શરુ છે. પાણીજન્ય રોગચાળા માટે ગામમાં આવેલ પીવાનાં પાણીનાં ૧ લાખ લીટરના ટાંકામાં કલોરીનેશન કામગીરી કરવામાં આવી હતી. જાળીયામાંથી કોવિડના RTPCR-50 અને ANTIGEN-19 સેમ્પલ લેવામાં આવેલ જે તમામ નેગેટીવ આવેલ છે.

કુંકાવાવ તાલુકાના અરજણસુખ ગામે પણ કુલ ૫ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ સર્વેલન્સ કામગીરી દરમ્યાન કુલ ૩૮૬ ઘરોનાં ૭૮૬ પાણીનાં પાત્રોમાં એબેટ નાખી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ૩ પેરાડોમેસ્ટિક સ્થળોએ બળેલ ઓઈલથી પોરાનાશ કામગીરી કરવામાં આવી હતી. ૧૧ શંકાસ્પદ મેલેરીયા તાવનાં કેસોની સ્લાઈડો લેવામાં આવેલ છે તથા ગામમાં ફોગીંગની કામગીરી ક૨વામાં આવી હતી. વધુમાં અરજણસુખ ગામમાંથી કોવિડનાં RTPCR-9 સેમ્પલ લેવામાં આવેલ જે તમામ નેગેટીવ છે. હાલ જાળીયા અને અરજણસુખ ગામે સર્વેલન્સની કામગીરી શરુ છે તેવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદી જણાવે છે.

Related Posts