અમરેલી

અમરેલીના દેવળકીના પરિવાર પાલનપુર માતાના દર્શન કરી કાર લઇને પરત જતા ભાડુકાના બોર્ડ પાસે પુર ઝડપે જતા કાર પલટી મારી

અમરેલીના દેવળકીના પરિવાર પાલનપુર માતાના દર્શન કરી કાર લઇને પરત જતા ભાડુકાના બોર્ડ પાસે પુર ઝડપે જતા કાર પલટી મારી,કારચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત થયું હતું. જયારે અન્યને સામાન્ય ઇજા થઇ હતી.આ દરમિયાન ભાડુકાના બોર્ડ પાસે પુર ઝડપે જતી કાર અચાનક પલટી મારી જતા સુધીરભાઇના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જયારે શીતલબેન, ઉષાબેનને માથાના ભાગે, જીવુબેનને શરીરના ભાગે ઇજા થતા સાયલા દવાખાને લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સુધીરભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતા ફરજ પરના ડોકટરે મોત થયાનું જણાવતા પરિવારમાં આક્રંદ જોવા મળતો હતો. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી

Related Posts