અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના પ્રયત્નને કારણે પોસ્ટ ઓફિસના નવા બિલ્ડિંગ માટે ભારત સરકારે રૂપિયા 52 લાખ મંજૂર કર્યાં
અમરેલીનાં ધારાસભ્ય તરીકે પહેલી જ વાર ચૂંટાયા પછી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક બન્યા બાદ અમરેલી જિલ્લાના વર્ષોથી પડતર ગંભીર પ્રશ્નોના નિરાકરણ માટે અમરેલીનાં ધારાસભ્ય કૌશિક વેકરિયાએ કમર કસી હોય એમ એક પછી એક પ્રશ્નોનું નિરાકરણ તેઓ લાવી રહ્યા છે.
ગત માર્ચ મહિનામાં શ્રી કૌશિક વેકરિયાએ ભારત સરકારને વડિયા ખાતે અદ્યતન પોસ્ટ ઓફિસ ભવન બનાવવા ભારત સરકારમાં દૂર સંચાર કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ ને રજૂઆત કરી હતી. તેમની આ રજૂઆત સંદર્ભે ભારત સરકારે જરૂરી મંજૂરી આપી રૂપિયા 52 લાખની રકમ વડિયા ખાતે પોસ્ટ ઓફિસ ભવન નિર્માણ માટે ગુજરાત સર્કલને ફાળવી દેતાં ટૂંક સમયમાં પોસ્ટ ઓફિસ ભવનનું નિર્માણકાર્ય હાથ ધરાશે, તેમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીનાં ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જણાવ્યું છે.
Recent Comments