fbpx
અમરેલી

અમરેલીના ધારી ખાતે આવેલ આંબરડી સફારી પાર્ક દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છેદર વર્ષે ૫૦ હજારથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈને ગીરની પ્રકૃત્તિનો આહ્લાદક આનંદ માણે છે

ભારતમાં ગુજરાત રાજ્ય તેની આગવી શૈલી અને સંસ્‍કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્‍પન સંસ્‍કૃતિથી શરૂ કરીને આધુનિક યુગના આજ દિન સુધીનો ભવ્‍ય ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્‍કૃતિનો સ્‍પર્શ કરાવે છે. ૪૫૦૦ વર્ષથી પણ વધુ સમયનો ભવ્‍ય ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્‍કૃતિક સભ્‍યતાને પોતાના ખોળે ઉછેરી છે. આ ભવ્‍ય પરંપરાની સાક્ષી રૂપે ગુજરાતમાં અદ્વિતીય ઐતિહાસિક અને પુરાતત્‍વીય ઇમારતો આવેલી છે. ગુજરાત આ ઉપરાંત પ્રાકૃત્તિક દ્રષ્ટિએ પણ સમૃદ્ધ રાજ્ય છે. અહીં ગાંડી ગીર અને ડાંગના જંગલો છે,જે પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે,  અહીં ખળખળ વહેતી નર્મદા,સાબરમતી અને તાપી જેવી પવિત્ર નદીઓ છે અને યુવા હ્રદયને આહ્લાદક આનંદ પમાડતા ઝમઝીર જેવા ધોધ અને ઝરણાં પણ છે.

      સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૭ સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. પ્રવાસન દેશના અર્થતંત્રમાં અનેક પ્રકારે યોગદાન આપે છે. પ્રવાસન થકી સ્થાનિકોને રોજગાર પણ પ્રાપ્ત થાય છે. આજે ગુજરાતમાં ગીર વન્યજીવ અભ્યારણ્યસ્ટેચ્યુ ઓફ યુનિટી,  શિવરાજપુર બીચ સહિતના પ્રવાસન સ્થળો ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવી રહ્યા છે. વર્ષ ૨૦૨૩માં સમગ્ર વિશ્વ  “Tourism and Green Investment” ને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ જેવા લક્ષ્યાંકો તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં પ્રવાસન ઉદ્યોગ સતત વિકસિત થઈ રહ્યો છે.

      અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્ક ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોમાંનું એક પ્રવાસન સ્થળ છે. આ સફારી પાર્ક સૌરાષ્ટ્રની આન બાન અને શાન ગણાતી અને  સ્થાનિક વનસ્પતિપ્રાણીસૃષ્ટિને ટેકો આપતી શેત્રુંજી નદીના કાંઠે અંદાજિત ૩૬૫ હેક્ટર વિસ્તારમાં પથરાયેલ છે. આ સફારી પાર્કમાં ગર્જના કરતાં ગીરના ડાલામથ્થા હાવજ (સિંહ)દીપડાચીંકારાનીલગાયચિતલગુરખ સહિતના વન્યજીવ અને પક્ષીઓ આંબરડી સફારી પાર્કની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને પ્રવાસીઓમાં આકર્ષણ જન્માવી રહ્યા છે. આ સફારી પાર્કમાં ફુડકોર્ટબસ સફારી, લાર્જ પાર્કિંગ એરિયાસેનિટેશન સહિતની સુવિધાઓ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. દર વર્ષે ૫૦ હજારથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈને ગીરની પ્રકૃત્તિનો અને સિંહ દર્શનનો આહ્લાદક આનંદ માણે છે. આ સફારી પાર્ક મંગળવારના સિવાયના તમામ દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે. ઓફલાઈનની સાથે ઓનલાઈન બુકિંગની પણ સુવિધા www.girlion.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

       વિશ્વ સિંહ દિવસની ઉજવણીના પ્રસંગે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાસણ ગીરમાં સફારી પાર્કમાં થઈ રહેલા પ્રવાસીઓના વધારાના ભારણને ઘટાડવા માટે ગીર પૂર્વના વિસ્તાર એવા ઉના તાલુકાના નાળિયા માંડવી ખાતે નવો સફારી પાર્ક બનાવવાની જાહેરાત પણ કરી છે. દર વર્ષે સાસણ ગીરમાં સિંહ દર્શન માટે અનેક વિદેશી પ્રવાસીઓ આવી રહ્યા છે અને ગીરની પ્રકૃતિમાં રંગાઈને સિંહ દર્શનની સાથે જીવનનો ખરો આહ્લાદક આનંદ માણે છે.

Follow Me:

Related Posts