અમરેલી

અમરેલીના ધારી સ્થિત યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ: બાઈક રેલી યોજાઈ

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃત્તિ પ્રસરાવવાના આયોજનના ભાગરુપે કાર્યક્રમો શરુ છે. અમરેલી જિલ્લાના ધારી સ્થિત યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ અન્યવે યુવાઓ બાઈક રેલીમાં જોડાયા હતા. ધારી પ્રાંત અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીએ સહભાગી બનીને મતદાનનો સંદેશો પ્રસરાવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાઓએ મતદાન માટે શપથ લીધા હતા.

Related Posts