fbpx
અમરેલી

અમરેલીના નગરપાલિકા જનતાની સમસ્યાઓ તરફ ધ્યાન આપે : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી નગરપાલિકામાં જયારથી ભાજપનું શાસન આવ્યુ છે ત્યારથી જ અમરેલીની જનતા ભાજપના શાસકોથી ત્રાહીમામ પોકારી ગઈ છે હાલમાં હિન્દુ ધર્મનો સોૈથી મોટો અને પવિત્ર તહેવાર દિવાળી નજીક હોય ત્યારે અમરેલીની જનતાની સમસ્યા દુર કરવાના બદલે અમરેલી પાલિકા પ્રમુખ તથા કારોબારી ચેરમેન માત્રને માત્ર સસ્તી પ્રસિધ્ધી માટે અમરેલીના લોકલાડીલા યુવા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ કરેલા ખરા અર્થમાં વિકાસ કામોના હોડિંગને મુદો બનાવીને અમરેલી શહેરની જનતાને ગુમરાહ કરવાનું કામ આ ભાજપ શાસિત પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન કરી રહયા છે. ખરેખર તો અમરેલીના અમુક વિસ્તાર જેવાકે જૈન દેરાસર થી પાણી દરવાજા, જુની જેલ રોડ, બહારપરા, વગેરે જેવા વિસ્તારમાં હજુ પણ ગટરો ઉભરાય રહી છે. તથા અમરેલી શહેરના
જાહેર રસ્તાઓ તથા અંદરના રોડ રસ્તા ઉપર કચરાના ઢગલા જોવા મળી રહયા છે, જેના લીધે અમરેલીની જાહેર જનતાનું આરોગ્ય જોખમાય છે, અમરેલીના જાહેર રસ્તાઓ ઉપર રેઢીયાર ઢોરે અડીંગો જમાવ્યો છે જેને લીધે અવાર–નવાર અકસ્માતો સર્જાય છે અને ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે. તથા અમરેલીના અમુક રસ્તાઓ હજુપણ બિસ્માર હાલતમાં હોય જેમ કે શહેરનો મુખ્ય માર્ગ રાજકમલ ચોક થી ટાવર રોડ, ટાવર થી પાણી દરવાજા રોડ, વગેરે જેવા રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હજુ પણ અમરેલીમાં કોમર્સિયલ કોમ્પલેક્ષ તથા શોપીંગ સેન્ટરોમાં પાર્કીંગની સુવિધાઓ ઉપલબ્ધ નથી જેને લીધે શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે . અમરેલી શહેરન છેવાડા વિસ્તારમાં હજુ પણ સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ નથી અને શહેરમાં અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે જેના લીધે ચોરી,લુંટફાટ જેવી અનેક ઘટનાઓ બની શકે છે, અમરેલી શહેરમાં રેગ્યુલર પીવાનું પાણી પણ મળતું નથી અને આધુનિક યુગમાં પણ ભાજપના રાજમાં ટેન્કર યુગમાં અમરેલીના લોકો જીવી રહયા છે. અને અમરેલીની ભાજપ શાસિત નગરપાલિકા દ્રારા અમરેલી શહેરની જનતા ઉપર બેફામ વેરાનો બોજ નાખવામાં આવ્યો છે જેની સામે અમરેલીની જનતાને સુવિધાના નામે કશુ મળતું નથી. આવી અનેક વિકરાળ સમસ્યાઓથી અમરેલી શહેરની
જનતા ઘેરાયેલી છે ત્યારે લોકોની સમસ્યાઓ દુર કરવાને બદલે અમરેલી ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન આગામી વિધાનસભા – ર૦રર માં ભાજપની હાર ભાળી ગયા હોવાથી પોતાની બહ ઓફીસની અંદર બેસીને માત્ર ને માત્ર સસ્તી પ્રસિધ્ધી માટે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરેલા વિકાસ કાર્યોના હોડિંગ ઉપર રાજનીતી કરીને અમરેલી શહેરની જનતાને ગુમરાહ કરી રહયા છે.

Follow Me:

Related Posts