અમરેલી જિલ્લામા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા બોગસ તબીબો ડિગ્રી વગર ગેરકાયદે કલીનીકો ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે જાફરાબાદ તાલુકાના પાટી માણસામાથી આરોગ્યની ટીમે એક બેાગસ તબીબને ઝડપી પાડયો હતો. જાફરાબાદ તાલુકા હેલ્થ એાફિસર ડો.મયુર ટાંક સહિત ટીમે અહીના પાટી માણસામા ચેકીંગ કરતા અહી કોઇપણ જાતની તબીબી વ્યવસાય સંબંધિત આધારભુત ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ચિંતન જેન્તીભાઇ સુતરીયા નામના બેાગસ તબીબને ઝડપી લીધો હતો.
આરોગ્યની ટીમે તેમની પાસેથી જુની દવાઓ અને સાધન સામગ્રી પણ કબજે લીધી હતી. આ બારામા ડો.મયુર ટાંકે બોગસ તબીબ ચિંતન સુતરીયા સામે નાગેશ્રી પોલીસ મથકમા ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જિલ્લામા આરોગ્યની ટીમ દ્વારા અનેક વખત ચેકીંગ કરાઇ રહ્યું છે. અગાઉ પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા અનેક બોગસ તબીબ ઝડપાઇ ચુકયા છે.
Recent Comments