અમરેલીના પીપાવાવ પોર્ટમાં એકાદ મહિનાથી પડેલા કેટલાક કન્ટેઈનરમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જામનગર ડીઆરઆઈએ તે જથ્થો પકડી પાડ્યો છે. છેલ્લા એકાદ મહિનાથી વિદેશથી આવેલા કન્ટેઈનરમાંથી આ જથ્થો મળ્યો હોય ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે. અમરેલીના પીપાવાવના બંદર નજીક ફોરવે પર વિદેશમાંથી આયાત કરાયેલા કન્ટેઈનરમાં ડ્રગ્સનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી જામનગર ડીઆરઆઈની ટીમે પીપાવાવમાં દરોડો પાડી કન્ટેઈનરની ચકાસણી કરાતા તેમાંથી કરોડો રૃપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. છેલ્લા એકાદ મહિનાથી પડેલા કન્ટેઈનરની ચકાસણી કરાઈ રહી છે. જો કે, તેની વધુ વિગતો સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. કચ્છમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યા પછી અત્યંત ગુપ્ત રીતે આગળ ધપાવાઈ રહેલી તપાસમાં જખૌ નજીકની આંતરરાષ્ટ્રીય જળ સીમા પાસેથી કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે રૃપિયા ૨૮૦ કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. તે પછી પીપાવાવ પોર્ટ પરથી કન્ટેઈનરમાં છુપાવીને રાખવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. તેના સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તેના રીપોર્ટ પછી જામનગર ડીઆરઆઈ વિસ્તૃત વિગતો આપશે.
અમરેલીના પીપાવાવ બંદરે જામનગર ડીઆરઆઈની ટીમની તપાસ, કન્ટેઈનર જપ્તે કરવામાં આવ્યું

Recent Comments