ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં આજે ૮ એપ્રિલના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાનાર છે.
આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇના કામોની મંજુરી, ખૂટતા કામોના આયોજન તથા કામ ફેરફાર તેમજ અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં જિલ્લાના વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
Recent Comments