અમરેલીના ફતેપુર ખાતે પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરિયા
અમરેલી તાલુકાના ફતેપુર ગામે માનનીય શ્રી કૌશિકભાઇ વેકરિયાની ગરીમામય ઉપસ્થિતિમાં ગામના સરપંચશ્રી તથા ગામના આગેવાનો દ્વારા અંદાજીત એક કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. ગુજરાતનું એકપણ બાળક પાયાના શિક્ષણથી વંચિત ન રહે તથા છેવાડાના બાળકોને પણ સુવિધા સભર શિક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી ફતેપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં આધુનિક સુવિધા સભર ૧૦ રૂમો, ૨ ટોયલેટ બ્લોકનું બાંધકામ કરવામાં આવશે. ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા બાળકોને પોતાના ગામમાં જ ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તેવા હેતુસર આગામી સમયમાં નવિન પ્રાથમિક શાળાનું ભવ્ય બિલ્ડીંગ ગ્રામજનોને સમર્પિત થશે.
Recent Comments