અમરેલીના બક્ષીપુરમાં કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય સેવા યોજના : લાયન્સ કલબ : ગ્રામ પંચાયત : પ્રાથમિક શાળાનું સંયુક્ત આયોજન
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજના એન.એસ.એસ.વિભાગ, લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), બક્ષીપુર ગ્રામ પંચાયત અને બક્ષીપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ ગયો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શાળા-કોલેજના શિક્ષકો/અધ્યાપકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને હાથમાં માટી લઈને પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન અંતર્ગત ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
નિવૃત્ત ફૌજી શ્રી તરુણભાઈ શુક્લનું સન્માન કરવામાં આવ્યું હતુ, તેમના સન્માનની સાથે સૌએ દેશના વીર – વીરાંગનાઓને વંદન કરી રાષ્ટ્ર પ્રત્યેના તેમના કાર્યો માટે કૃતજ્ઞતા અનુભવી હતી. વિદ્યાર્થી ભાઈ – બહેનોએ જળાશયનું સન્માન કર્યું હતું.
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી રાષ્ટ્રવ્યાપી આ મહા અભિયાન શરુ કરવામા આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન કિશોરભાઈ શિરોયા, સેક્રેટરી લાયન ઋજુલભાઈ ગોંડલીયા, લાયન પરેશભાઈ કાનપરીયા, લાયન જીતુભાઈ ડેર, લાયન એમ. એમ. પટેલ, લાયન ભગવાનભાઈ કાબરીયા, લાયન મહેશભાઈ એમ. પટેલ, લાયન જીતુભાઈ પાથર ઉપરાંત શાળાના પ્રિન્સિપાલ એ.ડી.અમરેલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તલાવીયા, સરપંચ વિપુલભાઈ જેઠવા, પ્રો.આ.બી.ગોરવાડિયાએ અને તલાટી મંત્રી શ્રી સવાલીયાએ કર્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ડો. એ.કે.વાળા, ડો.એ.જી.પટેલ, પ્રા.વી.જી.વસાવા અને શ્રી કૃણાલભાઈ મહેતા ઉપસ્થિત રહયા હતા. તેમ આઈ.ક્યુ.એ.સી.ના કોઓર્ડિનેટર પ્રા ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર જઇ વિગત ભરવા પ્રા.જે.એમ.તલાવીયાએ જણાવ્યું છે.
Recent Comments