ચુંટણીના એંધાણ વાગવાને બસ થોડા દિવસો બાકી છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડી.કે. રૈયાણીની ટીમ અમરેલીના જુદા જુદા તાલુકાની મુલાકાત લઇ રહી છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ ટીમ દવારા બાબરા તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી.
આ તકે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી, મયુરભાઇ આંસોદરીયા સહિતના આગેવાનોએ બાબરા તાલુકાના સુરેશભાઈ સિંઘવ, બિપીનભાઇ વસાણી, જોરૂજીભાઇ સોલંકી, વિવેકભાઇ સાકરીયા, પ્રદિપભાઇ સાકરીયા, ધવલભાઇ સાકરીયા, દિલીપભાઇ ખાચર સહિતના આગેવાનો સાથે મુલાકાત કરી આમજનતાના પડતર પ્રશ્નો તેમજ આગામી ચુંટણીને અનુલક્ષી ચર્ચા વિચારણા કરી હતી.
Recent Comments