fbpx
અમરેલી

અમરેલીના બાબાપુર ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રાત્રીસભા યોજાઈ

અમરેલીના બાબાપુર ગામે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીસભામાં કલેક્ટરશ્રીએ મહત્વના સૂચકાંકો જેવા કે આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ વગેરે બાબતે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવા ઈચ્છા વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે જિલ્લામાં હાલ સગર્ભા મહીલાની આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધણી, આંગણવાડીમાં બાળકો નિયમિત આવે, સ્વચ્છતા જાળવવી વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ખૂબ સરસ પરીણામ મળી શકે છે. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત ગ્રામજનોને કૃષિ બાબતે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ, સિંચાઇ, પશુપાલન જેવી જિલ્લાની પ્રાથમિકતાઓ વિશે નાગરિકોની સભાનતા બાબતે ભાર મૂકયો હતો અને આ બાબતે લોકજાગૃતિ અતિઆવશ્યક હોવાનું જણાવ્યું હતું.

રાત્રી સભામાં નવા રસ્તા બનાવવા, વિજળીના જોડાણ માટે, પાણી, આરોગ્ય જેવા વિવિધ વિભાગોને લગતા નાગરિકો દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેનો કલેક્ટરએ સંબધિત અધિકારીને ત્વરિત ઉકેલ લાવવા જણાવ્યું હતું.

રાત્રીસભામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, અમરેલી પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જોષી અધિકારીઓ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts