અમરેલીના બાબાપુર ખાતે સરદાર પટેલ જન્મ જયંતી નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અમરેલી રમત ગમત વિભાગ દ્વારા સરદાર યુવક મંડળ અને બાબાપુર ગ્રામ પંચાયતના સહયોગથી આઝાદીનાં ૭૫ વર્ષ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નિહાળ્યો હતો.
આ પ્રસંગે અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી મુકેશભાઈ બગડા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી પ્રવીણભાઈ તથા બાબાપુરના સરપંચશ્રી વિપુલભાઈ ગોંડલિયા તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી.પરમાર તથા અન્ય મહાનુભાવોશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા રમત ગમત કચેરીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Recent Comments