fbpx
અમરેલી

અમરેલીના બાલભવનમાં લોકસાહિત્ય સેતુ ની નિયમિત બેઠક મળી

પરમ પૂજ્ય મોરારીબાપુ ના રૂડા આશીર્વાદ થી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુની 108મી નિયમિત બેઠક બાલભવનના વિશાળ
પ્રાર્થના હોલમા યોજાયેલ. પ્રારંભમા લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ પધારેલ સર્વ આદરણીય સદસ્યશ્રીઓ ભાઈઓ
બહેનોનુ શાબ્દિક સ્વાગત કરી આજની બેઠકનો વિગતે પરિચય આપ્યો.
આજની બેઠકમાં સર્વશ્રી રમેશભાઈ જાદવ, કેવિનભાઈ રોકડ, સંજયભાઈ, મંગળાબેન ચાવડા જેવા કલાકારોએ પોતપોતાની
આગવી શૈલીમાં લોકસાહિત્યમાં વર્ષાઋતુ વિષય પરત્વે દુહા છંદ લોકગીત ભવ્ય રીતે રજૂ કર્યા. તબલા ઉપર શ્રી કનુભાઈએ ભારે સંગત
આપી. અમરેલી જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી અશોકભાઈ જોષી સાહેબની ઉમદા સમાજસેવાને બીરદાવી ડો.પ્રતાપભાઈ પંડ્યાના
સુપુત્રી મનિષાબેન પંડ્યાના સૌજન્યથી (માતાપિતાને હુ નમુ) પુસ્તક અને શાલથી ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું .વરસડા દરબાર
શ્રી દેવકુભાઈ વાળા અમરેલી નિવાસી શ્રી એલ.ડી ચાવડા સાહેબ અને મંગળાબેન ચાવડા, ડોક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ ના
મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મોટાભાઈ સંવટ ના શુભેચ્છા સંદેશનું વાંચન કરવામાં આવ્યું. આજની બેઠકમાં સર્વશ્રી હસુભાઈ જોશી (ખજાનચી) શ્રી
મહેન્દ્રભાઈ શુક્લ (ટ્રસ્ટી )શ્રી મહિપતભાઈ ભટ્ટ, પ્રખર જ્યોતિષી શ્રી રજનીભાઈ ભટ્ટ, નારણભાઈ ડોબરીયા શ્રી સોનલબેન ત્રિવેદી
,શ્રી બિંદુબેન ત્રિવેદી (જુનાગઢ) શ્રી હંસાબેન પંડ્યા, શ્રી માલતીબેન પંડ્યા (નિવૃત બેંક કર્મચારી) ભાગવતાચાર્ય પરમ વિદ્વાન પૂજ્ય
દેવેન્દ્રદાદા શાસ્ત્રી, પરેશભાઈ મહેતા, કાળુભાઈ ટાંક, સમેત વિશાળ સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા અને મોજમાણી બાલ ભવનના
ચેરમેન આદરણીય શ્રી હેમેન્દ્રભાઈ મહેતા, મુખ્ય ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ મહેતા, નારણભાઈ ડોબરીયા તેમજ મોટાભાઈ સંવટ કાર્યક્રમથી
સંતોષ વ્યક્ત કરી અભિનંદન આપ્યા.મીતભાષી અને મીષ્ટભાષીશ્રી અશોકભાઈ જોષી એ લોકસાહિત્ય સેતુની ચાલતી પ્રવૃત્તિઓથી સંતોષ
પામી મુક્ત કંઠે પ્રસંશા કરી સન્માનનો પ્રતિભાવ આપ્યો. કાર્યક્રમના અંતે મહામંત્રી શ્રી ગોરધનભાઈ સુરાણીએ પોતાની આગવી શૈલીમાં
આભાર દર્શન કર્યું.

Follow Me:

Related Posts