અમરેલીના ભાષા શિક્ષક ભરતભાઈ મકવાણા નો બાળકો માટે અક્ષર સુધારણા નો નિશુલ્ક સેવા યજ્ઞ
સવિનય સાથ જણાવવાનું કે અમરેલી શહેર ભાજપના મહામંત્રી, વેલનાથ યુથ ફાઉન્ડેશન અમરેલી ના પ્રમુખ તેમજ શ્રી બંસીધર વિદ્યાલય અમરેલી માં ભાષા શિક્ષક તરીકે સેવા બજાવતા અને જેમના અક્ષરો મરોડદાર થાય છે તેવા ભાષા શિક્ષક શ્રી ભરતભાઈ મકવાણા એ વિદ્યાર્થીઓ માટે અક્ષર સુધારણા કરવા માટે અઠવાડિયામાં ત્રણ વખત પોતાના ઘરે નિશુલ્ક સેવા યજ્ઞ શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓના અક્ષર સુધરે એ એકમાત્ર એમનું ધ્યેય છે. હાલ 25 વિદ્યાર્થીઓ અઠવાડિયામાં ત્રણ વખત અક્ષર સુધારણા માટે આવે છે. આવી પરોપકારની પ્રવૃત્તિથી અનેક વિદ્યાર્થીઓને અક્ષર સુધારણા માટે પ્રેરણા મળશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી
Recent Comments