અમરેલીના ધારી તાલુકાના મોણવેલ ગામમા રહેતો એક યુવક સગીરાને ભગાડી ગયા બાદ સગીરાના પિતાને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને ધમકી આપ્યાની આ ઘટના ધારીના મોણવેલમા બની હતી. તેની સગીર વયની પુત્રીને સાગર દેહુર વાઘેલા નામનો શખ્સ લલચાવી ભગાડી ગયા બાદ સાગર અને દેહુર જેઠાભાઇ તેમજ રતનબેને બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેના ભાઇનો દીકરો સગીરાને ભગાડી ગયો હોય તેનુ મનદુખ રાખી ભનુ ધીરૂભાઇ વાઘેલા, કિશોર, મેરૂભાઇ, લક્ષ્મીબેન વિગેરેએ બોલાચાલી કરી છુટા પથ્થરના ઘા કરી ઇજા પહોંચાડી ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વી.વી.ડાભી ચલાવી રહ્યાં છે.
અમરેલીના મોણવેલ ગામે ત્રણ શખ્સે યુવકને ધમકી આપી

Recent Comments