અમરેલી

અમરેલીના રાજુલાના નવી માંડરડી ગામ પાસેથી સગીરાની લાશ મળી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા તાલુકાના નવી માંડરડી ગામ નજીક ધાતરવડી નદી કાંઠેથી સગીરાની લાશ મળી આવતા રાજુલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લાશની ઓળખ મેળવવામાં આવતા આ લાશ ૧૬ વર્ષની દીકરી રસીલા વાલજીભાઈ બાબરીયા નામની સગીરાની હોવાનું સામે આવ્યું છે. મોઢાના ભાગે બ્લડ અને પથ્થરોના ઘાના નિશાન મળી આવ્યા છે. બનાવ આસપાસ બ્લડના નિશાન મળી આવ્યા પોલીસને હત્યા થયા હોવાની આશંકા જય રહી છે બીજી તરફ ઘટનાની ગંભીરતા દાખવી એસપી હિમકર સિંહની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ પણ દોડી આવ્યા છે.

અને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે હત્યાની આશંકાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછ પરછ શરૂ કરવામાં આવી છે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ૧૬ વર્ષીય સગીરાની લાસ મળી આવ્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. રાજુલા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની બ્રાન્ચની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી છે. નદી કાંઠા વિસ્તારમાં મૃતદેહ ક્યાંથી આવ્યો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts