અમરેલીના રાજુલામાં મોરારિબાપુની રામકથાનો પ્રારંભ, આવતીકાલે રામનવમી ઘરમાં જ રહીને ઉજવવા લોકોને અપીલ
અમરેલી જિલ્લામા આવેલ રાજુલા મહાત્મા આરોગ્ય મંદિર હોસ્પિટલ અને રામપરા વૃંદાવન બાગ આશ્રમ ના લાભાથે કથાકાર મોરારિબાપૂ ની રામકથા ગયા વર્ષે શરૂ થયા હતી પરંતુ કોરોના ના કેસ ગુજરાત માં પ્રવેશ કરતા બાપુ એ ચાલુ કથા ત્રીજા દિવસે વિરામ આપી દીધો અને કથા પૂર્ણ કરી દેવાય હતી ત્યાર બાદ ફરીવાર 1 માસ પહેલા બાપુ એ 20 એપ્રિલ તારીખ જાહેર કરતા ફરી કોરોના સંક્રમણ વધ્યુ તેને લઇ ને બાપુ દ્વારા શ્રોતા વગર કથા નો આરંભ કરાયો છે સ્ત્રોત ઓ ઓનલાઇન ઘરે કથા જોય શકશે જેથી માત્ર આજે બાપુ અને સંગતકારો અને 8 થી 10 વ્યકતિ યજમાન પરિવાર જેના કોરોના ટેસ્ટ કરી પ્રવેશ અપાયો છે બાપુ સ્ત્રોત વગર કથા નો પ્રારંભ કર્યો હતો
રામનવમી અંગે બાપુનો સંદેશ પૂજ્ય મોરારી બાપુએ રામનવમીનાં પાવન પર્વની ઉજવણી કરવા અંગે વ્યાસપીઠ પરથી ધર્મ પ્રેમી જનતા જોગ જાહેર સંદેશો પાઠવ્યો છે. બાપુએ કહ્યું કે – “આવતીકાલે રામનવમીનો દિવસ છે. મધ્યાન્હે પરબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થશે.રામ ઈશ્વર છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, ભગવાન છે, પરમ તત્વ છે અને જગ-મંગલ માટે પ્રગટ થાય છે. પરંતુ હું એક સાધુ તરીકે- રામજી મંદિરના પૂજારી તરીકે, સહુને અપીલ કરું છું કે “કાલે રામ જન્મ બહુ જ શાંતિથી, પોતાનાં ઘરમાં રહીને જ સહુ ઉજવે. ક્યાંય કોઇ ભેગા થાય નહીં. સહુ માસ્ક પહેરે.સામાજિક અંતર જાળવે.અને સહુનાં આરોગ્યનું બહુ જ ધ્યાન રાખે.
બાપુએ કહ્યું કે -“મારા માટે તો રામનવમીથી વધીને બીજો કોઈ મોટો દિવસ હોઈ જ ન શકે! પરંતુ વિશ્વનાં મંગલ માટે- વિશ્વના આરોગ્ય માટે, આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. આપણે સહુ પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને આમાંથી જલ્દીથી ભયમુક્ત કરે.”
Recent Comments