fbpx
ગુજરાત

અમરેલીના રાજુલા તાલુકામાં આવેલો ધાતરવડી-૨ ડેમ ઓવરફ્લો

રાજ્યમાં ફરી એક વાર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ભેસાણ ગામે ગાગડીયો નદી સ્થાનિકો માટે આફતરૂપ બની છે. ભેસાણના લોકો પાણીમાંથી પસાર થઈને ખેતરોમાં જવા મજબુર બન્યા છે. ગાગડિયો નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ચેકડેમ ભરાતા ગાડા કેડાનો માર્ગ પણ બંધ થયો છે. ભેસાણના ગ્રામજનોએ રસ્તો ખુલ્લો કરાવવાની માગ કરી છે .૧ હજાર વીઘા જમીન સામે કાંઠે હોવાથી સ્થાનિકો પારાવાર પરેશાન થઈ રહ્યા છે. ભેસાણ ગામના લોકોએ જળસમાધિ કાર્યક્રમ રાખતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ થતા જિલ્લાના જળાશયોમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. મોટાભાગના જળાશયો છલોછલ થયા છે. રાજુલા તાલુકામાં આવેલો ધાતરવડી -૨ ડેમ પણ ૧૦૦ ટકા ભરાયો છે. સતત પાણીની આવકના કારણે જળાશયો ઓવરફ્લો છયા છે. રાજુલાનો ખાલી પડેલો ધાતરવડી-૨ ડેમ પણ સંપૂર્ણ ભરાયો છેય પાણીની આવકના કારણે તંત્ર દ્વારા ડેમનો ૧ દરવાજાે ખોલી પાણી છોડવામાં આવ્યુ છે. પાણી છોડાતા ૯ જેટલા ગામડાના લોકોને એલર્ટ કરાયા છે. રાજુલા, જાફરાબાદ, ધાતરવડી નદી કાંઠે આવતા ગામોવે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

Follow Me:

Related Posts