fbpx
અમરેલી

અમરેલીના લાઠીના કેરાળા ખાતે શ્રીમદ ભાગવત કથામૃતમમાં સહભાગી બનતા મંત્રી શ્રી કિરીટસિંહ રાણા

ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ખાતે તથાસ્તુઃ વિદ્યાપીઠના પટાંગણમાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથામૃતમમાં સહભાગી બન્યા હતા. મંત્રીશ્રીએ કથામૃતમના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવી આ કથામાં સામેલ થવા બદલ ધન્યતા અનુભવી હતી. વ્યાસપીઠ પર બિરાજેલા પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા ‘રાધે રાધે’ પાસેથી મંત્રીશ્રીએ આશીર્વચન ગ્રહણ કર્યા હતા.

મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન લાલદાસ બાપુ, જગદીશભાઈ ત્રિવેદી તેમજ સંતો મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત સૌ ભાવિકોએ કથાનું શ્રવણ કરી સંતોના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીની કથાસ્થળની મુલાકાત પૂર્વે ચાવંડ ખાતે વન વિભાગ હસ્તકની નર્સરીની મુલાકાત લીધી હતી. આ તકે અમરેલી વહીવટી તંત્ર અને વન તંત્રના અધિકારી કર્મચારીશ્રીઓ જોડાયા હતા.

Follow Me:

Related Posts