અમરેલીના લાપાળિયામાં પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ
અમરેલીના લાપાળિયામાં ગામે મહામંડલેશ્વરો તથા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી ધર્મસભામાં મોરારિબાપુએ સાધુ અને સનાનત ધર્મની વ્યાખ્યા સમજાવી હતી અને ધર્મ તથા સાધુની ટીકા કરનારાઓની ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. અમરેલીના લાપાળિયામાં હરિરામબાપુની યાદમાં યોજાયેલી ધર્મસભામાં મોરારિબાપુએ જણાવ્યુ ક,ે જે પોતાનું શીલ અને સ્વભાવ કદી છોડે નહી અથવા તો શીલ જ જેનું આભૂષણ છે, જે આખી દુનિયાનું સહન કરે છે, સદા મુખમાં રામ કે ભગવાનના નામનું રટણ કરેછે. તે જ સંત છે. આપણે ત્યાં અહી રાવણ છે, મહી રાવણ છે. પણ આપણે સહી રાવણ ઘણાં છે. આપણે તેને શોધી શકતા નથી. આવી માનસિકતા કયારેક રામાયણના પ્રસંગોને દુષિત ઠેરવેછે. સાધુની રહેણીકરણી બહુ જ કઠીન છે. સનકાદિકની જેમ સદા કુમાર અવસ્થામાં છે, જે પરંપરામાં નારદ છે, જેમાં યુગોથી તપસ્વી પુરૂષોપાકયા છે. એ તપસ્વી થવું બહુ અઘરૂંછે.
જેનામાં કદી નકાર ન નીકળે તે સનાતન ધર્મ છે. તેમણે કહયું કે, મારા ઉપર હમણાં બોલીંગ બહુ થાયછે. એ લોકો કહે છે કે આ નર્કે જશે પણ મારી સાથે આખો સમાજ આવશે જેની સંખ્યા ગણી શકાય તેમ નથી. તેમણે ઉમેર્યુ કે આ લાપાળિયાની ભૂમિ સાધુતાથી ભરેલી છે. આ ગામનાં પાદરમાં ખીજડે આવીને હું બેસું છું. બાપુએ ગામના રામજી મંદિરના જીર્ણોદ્વાર માટે સવા લાખની રકમની પણ જાહેરાત કરી હતી. ભંડારો, સંતવાણી સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર લક્ષ્મણદાસજી બાપુ, ગોંડલીયા સમાજના મહામંડલેશ્વર સિતારામજી બાપુ, સાયલાના દુર્ગાદાસજીબાપુ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, આયોજન ધર્મેશભાઈ ગોંડલીયા વગેરે ઉપસ્થિત રહયા હતાં.
Recent Comments