fbpx
અમરેલી

અમરેલીના લાલાવદરની સીમમાં આવેલ ખેતરના કૂવા માંથી પરપ્રાંતીય મજૂરોના મૃતદેહ મળી આવ્યા.

દકુભાઈ ધાનાણીના ખેતરમાં ભગીયા તરીકે કામ કરતા મધ્યપ્રદેશના વતની શ્રી મુકેશભાઈ દેવસિયા પોતે, તેમના ધર્મપત્ની ભુરીબેન દેવસિયા અને તેમની ભાણકી જાનુ કુલ-૩ લોકો ચકકરગઢ ગામના નિવાસી શ્રી અલ્પેશભાઈ પાનસુરીયાની વાડીમાં આવેલ કૂવામાં પડી મુત્યુ પામ્યાની સરપંચ શ્રી ચેતનભાઈ ધાનાણીને માહિતી મળતાં તેઓ દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરાઈ હતી.

સરપંચની રજૂઆતના અનુસંધાને સાંસદશ્રીએ તાત્કાલિક તંત્રને ટેલીફોનીક સૂચના આપી તેઓ પણ ઘટના સ્થળ ઉપર રૂબરૂ પહોંચી ગયા હતા અને તેઓએ ફાયર સેફ્ટી ઇમરજન્સી વિભાગ, પોલીસ વિભાગ અને ગ્રામજનો સાથે મળી અવસાન પામનારના મૃત દેહો ને કુવા માંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.

આ મૃતદેહો બહાર નીકળતા સાંસદશ્રીએ મૃતદેહોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી, આ ઘટના અંગે ઘટતી કાર્યવાહી પૂર્ણ કરવા પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગને યોગ્ય સૂચના પ્રદાન કરી હતી. અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડિયાને ૧૦૮ તરીકે શા માટે ઓળખવામાં આવે છે તે બાબતનું આ એક દાખલારૂપ છે તેમ લાલાવદર ગામના સરપંચ શ્રી ચેતનભાઈ ધાનાણીએ તેમની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts