અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આજે ૨૬ માર્ચના આરોગ્ય મેળો યોજાશે
ફીઝીશ્યન, જનરલ સર્જન અને વિવિધ રોગોના તબીબો સ્થળ પર જ નિઃશુલ્ક નિદાન અને સા૨વા૨ કરશે
વિશ્વમાં આરોગ્યની મોટામાં મોટી યોજના આયુષ્યમાન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત સમગ્ર દેશમાં આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના મત વિસ્તારમાં આજે ૨૬ માર્ચના શનિવારે અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે સવારે ૯ કલાકથી આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય મેળામાં ફીઝીશ્યન, જનરલ સર્જન, સ્ત્રી રોગ, બાળરોગ, દાંતના રોગો, કાન–નાક-ગળાના રોગોના નિષ્ણાંત તથા આયુર્વેદ અને હોમીયોપેથીક નિષ્ણાંત તબીબો દ્વારા સ્થળ ઉપર નિશુલ્ક નિદાન અને સા૨વા૨ ક૨વામાં આવશે. આ હેલ્થ મેળામાં તમામ ગ્રામ્ય તથા શહેરી લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments