fbpx
અમરેલી

અમરેલીના વિવિધ વેકસીનેશન સેન્ટરોની મુલાકાત લેતા જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે અમરેલી શહેરના વિવિધ વેકસીનેશન સેન્ટરોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા અને પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા જોડાયા હતા.

આ તકે મંત્રીશ્રી અને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ વેકસીનેશન સેન્ટર ઉપરના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓની કામગીરી બિરદાવી તેઓનો જુસ્સો વધાર્યો હતો. મંત્રીશ્રીએ કોરોનાની વેક્સીન લેવા માટે આવેલા નવયુવાનો તેમજ અન્ય નાગરિકો સાથે વાતચીત કરી હતી. જિલ્લાના નવયુવાનોમાં કોરોનાની વેકસીન અંગેની જાગૃતિ જોઈ મંત્રીશ્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર દેશમાં કોરોના વેકસિનેશન અભિયાનને વધુ સઘન બનાવવા દરેક નાગરિકને નિ:શુલ્ક રસી આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાનો એક પણ નાગરિક વેક્સીન વિના ન રહે તે માટે મહાઅભિયાનનો શુભારંભ થયો છે. કોરોના સામે લડવા વેક્સીન જ અમોઘ શસ્ત્ર છે. આવતીકાલની સલામતી માટે રસી લઇ સ્વયંને અને સમાજને સુરક્ષિત બનાવવા તેમજ ભય વગર રસી લેવા મંત્રીશ્રીઓ દ્વારા જનતા જનાર્દનને અનુરોધ કરવામાં આવ્યો હતો. કોરોનાની રસી લેવા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકો સ્થળ પર જઈને સીધા રસી લઈ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે

Follow Me:

Related Posts