અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ડી. કે. રૈયાણી દવારા માર્ગ–મકાન અને નાગરિક ઉડયન મંત્રીશ્રી પુર્ણેવ મોદીને અમરેલીના એરપોર્ટની હવાઈ પટ્ટી વિસ્તૃત કરવા પત્ર પાઠવી રજુઆત કરાઇ
અમરેલી જિલ્લો સંપૂર્ણ ખેતી આધારિત વ્યવસાય ધરાવતો અને અન્ય જિલ્લા ની સરખામણી માં અવિકસિત જિલ્લો છે અને કોઈપણ જિલ્લા કે શહેર માં વ્યવસાયિક પ્રવૃત્તિના વ્યાપાર વધારવા માટે રોડ, રેલવે અને હવાઈસેવા પણ વધવી જરૂરી છે.
હાલ અમરેલી ખાતે અમરેલી થી સુરત હવાઈ પ્રવાસ માટે ૯ સીટર પ્લેનની સવલત ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ આ હવાઈ સેવા અમરેલીથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભુજ, ભાવનગર અને કેશોદ જેવા અન્ય મથકોએ પણ શરૂ થાય અને દરેક ફ્લાઇટની વધુમાં વધુ કનેક્ટિવિટી મળે તો જિલ્લા ના અન્ય શહેરો સાથે વ્યવસાયિક રીતે જોડાયેલ લોકોને સમયની બચત થાય અને જિલ્લાની વ્યવસાયિક ગતિવિધિ તેજ બને એવું જણાય છે.
અમરેલીના વ્યવસાયિક ઉધમીઓને વ્યવસાય અર્થે ઝડપી પ્રવાસની સવલત ઉપલબ્ધ થાય તે માટે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ડી. કે. રૈયાણી દવારા માર્ગ–મકાન અને નાગરિક ઉડયન મંત્રીશ્રી પુર્ણેશ મોદીને અમરેલીના એરપોર્ટની હવાઈ પટ્ટી વિસ્તૃત કરી, ગુજરાત કે નજીક ના રાજ્યો ના મહત્વ ના શહેરો સાથે અમરેલી થી નિયમિત રીતે હવાઈ સેવાનો વ્યાપાર વધારવામાં પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી.
Recent Comments