અમરેલીના શેડુભાર ગામે ૮ ગામોનો સંલગ્ન સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
અમરેલીના શેડુભાર ગામે સરકાર આપને દ્વારના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્કિંગ સેવાઓ, આવક અને જાતિના દાખલાઓ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો જેવી અનેકવિધ પ્રજાલક્ષી સેવાઓ સ્થળ પર જ આપવાના હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કા અંતર્ગત શેડુભાર અને આજુબાજુના ૮ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી પ્રજ્ઞાબેન સાવલિયાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી નાયબ કલેક્ટર શ્રી સી. કે. ઉંધાડ, અમરેલી મામલતદારશ્રી તેમજ વહીવટી તંત્ર અને પંચાયત તેમજ અન્ય સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે આજે અમરેલીના શેડુભારની સાથે સાથે લાઠીના શેખ પીપરીયા, બાબરાના થોરખાણ, ધારીના છતડીયા, સાવરકુંડલાના મોટા ભમોદ્રા, રાજુલાના ધારેશ્વર અને સાવરકુંડલાની રઘુવંશીપરા પ્રાથમિક શાળા ખાતે સેવસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Recent Comments